હળવદ : મંત્રીશ્રીએ લોકાર્પણ કરેલી પોલીસ ચોકી ઠપ્પ : લોકોને ભોગવવી પડતી પારાવાર મુશ્કેલી

- text


ટાઉન પોલીસ ચોકી બની શોભાનો ગાંઠિયો

હળવદમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ચોકી ગામથી દૂર હોવાના કારણે શહેરમાં ચોરી, લૂંટફાટ, મારમારી તેમજ રોમિયોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. જેના કારણે હળવદ વેપારી મહામંડળ અને આગેવાનો દ્વારા પંચાયત મંત્રી જયંતિભાઈ ક્વાડીયાને લેખિતમાં રજૂઆત કરતા હળવદ ટાઉન પોલીસ ચોકીની મંજૂરી મળતા લોકાપર્ણ કરાયું હતું જેમાંથી ૧ પીએસઆઇ, ૫ પોલીસ કર્મચારી અને મહિલા સેલની રચના કરવામાં આવી હતી. પરંતુ હળવદ ટાઉન પોલીસ ચોકી લોકાપર્ણ બાદ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેતા લોકોમાં અનેક જાતના સવાલો ચર્ચાઇ રહ્યા છે. હાલ આ ટાઉન પોલીસ ચોકી બંધ હાલતમાં છે. તાત્કાલિક ધોરણે આને ચાલુ કરવામાં આવે તેવી હળવદવાસીઓની માંગણી ઉઠવા પામી છે. જેના કારણે હળવદના લોકોને મુશ્કેલી વેઠવી ના પડે.

- text

- text