ટંકારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો

- text


ટંકારા : મોરબી જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ પડ્યા બાદ છેલ્લા 2 દિવસથી મેઘરાજાની સવારી ફરીથી શરૂ થઈ છે. જેમાં ગઈ કાલે માળીયા મિયાંણામાં 20 એમએમ વરસાદ પડ્યા બાદ આજે મોરબી જિલ્લામાં ટંકારમાં 19 એમએમ વરસાદ પડ્યો હતો. આ વરસાદ સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે નોંધાયો હતો. ટંકારમાં આજે પોણો ઇંચ વરસાદ પડતાની સાથે ટંકારાનો મૌસમનો કુલ વરસાદ 515 એમએમ વરસાદ થઈ ગયો છે. અઠવાડિયાના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

- text

- text