મોરબી : આધુનિક ખેતીનો પ્રત્યક્ષ અભ્યાસ કરવા નવયુગ સંકુલનાં વિદ્યાર્થીઓ ગ્રીનહાઉસની મુલાકાતે

મોરબી નવયુગ સંકુલના ધોરણ ૮ના વિદ્યાર્થીઓએ લજાઈ પાસે આવેલા ગ્રીનહાઉસની મુલાકાત લીધી. જેમાં આ મુલાકાતનો ખાસ ઉદેશ્ય વિજ્ઞાન વિષયમાં આવતા આધુનિક ખેતી પ્રકરણનું પ્રત્યક્ષ અધ્યયન કરાવું હતું. બસ આ જ હેતુથી વિજ્ઞાન શિક્ષક શ્રી ધવલભાઈ છનીયારાએ આ ગ્રીન હાઉસની મુલાકાત વિદ્યાર્થીઓને લેવડાવી હતી. આ ગ્રીન હાઉસમાં R.O. Plantથી પાણી આપવામાં આવે છે સાથેસાથે ટપક સિંચાઇ અને ફુવારા પદ્ધતિ દ્વારા વાવેતર કરેલ છોડને ઉછેરવામાં આવે છે. આ ગ્રીન હાઉસમાં વિવિધ ફળો અને શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આ પ્રકારનું પ્રત્યક્ષ શિક્ષણ મેળવી આનંદની અનુભૂતિ કરી હતી. ગ્રીન હાઉસના માલીકશ્રીએ આ પ્રત્યક્ષ શિક્ષણ આપવાના હેતુને પ્રોત્સાહન આપી અનુમતી આપી તે બદલ પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે.⁠⁠⁠⁠