મોરબી : માત્ર 3 કલાકમાં 2500 રોપાનું વિનામૂલ્યે વિતરણ

- text


મોરબી શહેરને હરિયાળું અને લીલુછમ બનાવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓએ પ્રેરક કદમ ઉઠાવી દર વર્ષની આ વર્ષે પણ શહેરીજનોને વિના મુલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોએ પણ આ રોપા વિતરણ કાર્યક્રમનો ઉત્સાહ પૂર્વક લાભ લેવા મોટી સંખ્યા ઉમટી પડ્યા હતા. અને માત્ર 3 કલાકમાં 2500 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

મોરબીમાં પર્યાવરણ જતન માટે વર્ષોથી સક્રિય મયુર નેચરલ ક્લબ, વન વિભાગ, પ્રેસ ફ્રેન્ડસ ક્લબ, યુથ હોસ્ટેલ તથા ઈન્ડીયન લાઇન્સ ક્લબ દ્વારા આજે ૯ જુલાઈ રવિવારનાં રોજ સવારે શનાળા રોડ ઉપર રામ ચોક પાસે સંદેશ બ્યુરો ઓફીસ નીચે વૃક્ષોનાં રોપાનું વિના મુલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં લીમડો, પીપળો, વડ, ગુલમહોર, સીતાફળ, દાડમ સહિતના વૃક્ષોના આશરે 2500 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમેજ સાથે સાથે યોગ્ય જગ્યાએ આ વૃક્ષોના રોપા વાવવાનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું. આ વૃક્ષોનાં રોપા વિતરણ કાર્યક્રમનો શહેરીજનોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. અને માત્ર 3 કલાકમાં તમામ રોપાનું વિતરણ પૂર્ણ થઇ ગયું હતું.

- text