હળવદ : રોટરી ક્લબ દ્વારા જીએસટી અવરનેશ સેમિનાર યોજાયો

- text


રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નાના તથા મોટા બધા જ ધંધા, ઉદ્યોગ, વહેપારી સંસ્થાઓને માટે હાલમાં અમલમાં આવેલ જી.એસ.ટી.ના કાયદાને સમજવો સૌથી અઘરો અને મુંજવતો તથા ચિંતાનો વિષય બની ગયો છે. તેમજ આ વિષયક અનેક પ્રકારના વિવિધ પ્રશ્નોની મુંજવણ સૌને સતાવી રહી છે. ત્યારે રોટરી ક્લબેએ આ સમસ્યાના ઉકેલ માટે શરનેશ્વેર મહાદેવ મંદિર ખાતે એક સુંદર સેમિનારનું આયોજન કરેલુ હતું. જેમાં જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી જયેશભાઇ કે. કારિયાએ જીએસટીને લગતા પ્રશ્ર્નો વિશે સંપૂર્ણ, સાચી, અને સરળ તથા લેટેસ્ટ માહિતી આપી હતી. જેમાં હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વહેપારી તથા મંડળોએ આ સેમિનારનો નિઃશુલ્ક લાભ મોટી સંખ્યામાં હાજરી આપી લીધો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભગવાનજીભાઈ પટેલ તથા વહેપારી મંડળના પ્રમુખ રોટે. ગોપાલભાઈ ઠકકર ખાસ હાજર રહ્યા હતા. રોટરી પ્રેસિડેન્ટ રોટે.ચિનુભાઈ પટેલ તથા સેક્રેટરી રોટે. રાજેન્દ્રસિંહ રાણા અને રોટેરિયન મેમ્બર્સ હાજર રહેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન રોટે.ગજેન્દ્ર ભાઈ મોરડીયાએ કર્યું હતું તેમજ આ સેમિનારને પ્રોજેક્ટ ચેરમેન રોટે. રાજેશ સી. ઝાલાએ સફળ બનાવ્યો હતો.

- text

 

- text