મોરબી : જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

- text


મોરબીના વીસીપરાના વાડી વિસ્તારમાં તીનપત્તિનો જુગાર રમતા આઠ શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા માં વળી વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડતા સિકંદરભાઈ ઇકબાલભાઈ, નિઝામ હુસેનભાઈ,અબ્દુલ રાહીમભાઈ,ઇસ્માઇલ હલુભાઈ,અસગર હુસેનભાઈ,અયુબ ગુલામભાઈ,ઐલમ અન્વરભાઈ અને અસલમ અન્વરભાઈ નામના આઠ શખ્સો તીનપત્તિ નો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂપિયા 25700 ની રોકડ અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસ ની આ કામગીરીમાં મહિપતસિંહ, ગીરીશભાઈ,મહાવીરસિંહ,શેખરભાઈ, તથા ભગવાનજીભાઈ સાથે રહ્યા હતા આ મામલે જમાદાર ચેતનભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text