મોરબી : ધોરણ ૧૦ની પૂરક પરીક્ષામાં એક કોપીકેસ નોંધાયો : વિદ્યાર્થીની ચોરી કરતા પકડાઈ

મોરબી : આજથી મોરબીમાં ધોરણ ૧૦ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેમાં બે સ્કુલમાં ૧૫ બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. સવારે ગુજરાતીની પરીક્ષાની લેવાયેલી પરીક્ષામાં ૨૫માંથી ૨૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બપોરે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર હતું. જેમાં ૪૧૧ વિદ્યાર્થીમાંથી ૩૭૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એક વિદ્યાર્થીની ચોરી કરતા જડપાઈ હતી. માળિયા મી.માં અગાઉ ધોરણ ૧૦નું માસ કોપીની શંકાએ પરિણામ અટકાવ્યા બાદ નાપાસ કરાયેલા વિદ્યાર્થીઓને આ પૂરક પરીક્ષાની તક આપવામાં આવી હતી. માળિયા મી.માં ચોરીની ફરિયાદને પગલે મોરબી પરીક્ષામાં પૂરક પરીક્ષા દરમિયાન બોર્ડનાં ૪ અધિકારીની ટીમ અને કલેકટરનાં ૫ અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.