નિરાધારનો આધાર : રોટરી કલબ ઓફ હળવદ તરફથી સમાજસેવાનું ઉમદા કાર્ય

- text


હળવદ : ગજુ દુદાભાઇ વાંઝા ઉ.વ.૨૨ રહે. વિનોબા ગ્રાઉન્ડના ઝુપડામા હળવદ નામનો યુવાન આજથી લગભગ આઠેક વર્ષ પહેલા છકડામાં મુસાફરી દરમિયાન રીક્ષા પલટી ખાઈ જતા અતિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે અકસ્માતમાં શરીરના મોટાભાગના હાડકા, બંને પગ બંને હાથ સહિત કમરનાં અંગો ભાંગી ગયેલા હતા. આ સાથે ગુપ્તભાગે પણ ગંભીર ઈજાઓ થવાથી પેશાબને લગતી તકલીફ ઉભી થઈ હતી. અકસ્માત બાદ ગજુ ચાર વર્ષ સુધી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ રહી જિંદગી અને મોત સામે જજુમી રહ્યો હતો. ત્યારબાદ રજા આપ્યા પછી પણ ચાર વર્ષ ઘરે પથારીવશ જ રહ્યા બાદ ઘોડીથી થોડો હાલતો ચાલતો થયો હતો.

- text

અકસ્માતનાં આઠ વર્ષ બાદ અત્યારે વગર ટેકે હાલતો ચાલતો થઈ ગયો છે પણ તે કોઈપણ જાતનુ સહેજ પણ મહેનત પડે એવુ કામ કરી શકે એવો શારીરિકરીતે સક્ષામ બિલકુલ રહ્યો નથી. ખરેખર તકલીફની વાત એ છે કે, યુરીન કરાવવા માટે પેડુમા હોલ કરીને નળી મુકવામા આવી છે. જેની કોથળી છેલ્લા આઠ વર્ષથી તે સાથે લઈને ફરે છે. નળી દર પંદર દિવસે ફરજીયાત બદલવા જવુ પડે છે. જો સમયસરનો જાય તો પ્રોબ્લેમ ઉભો થાય છે. રેગ્યુલર અમદાવાદ આવવુ-જવુ તેને શારીરિક અને આર્થિક પોસાય એમ ન હોવાથી નજીકમા મોરબીના કોઈ સજઁન ડોકટર પાસે નળી બદલવાનુ શરુ કયુઁ છે. પણ તેમા થતો છસો રુપિયા જેવો ખચઁ પણ તે કે તેના ઘરના ઉઠાવી શકે એમ નથી. જેથી જ્યાને ત્યા માંગવા નિકળે છે પણ નાની ઉમર જોઇને કોઇ તેને સહાય આપતુ નથી. આવી તકલીફ અને મુજવણમા હતો ત્યારે રોટરી કલબ ઓફ હળવદને સમાચાર મળતા તુરંત જ ગજુને બોલાવીને બધી વિગત અને જાણકારી લીધા બાદ તેને થતો એક મહિનાનો બારસો રુપિયાનો ખચઁ રોટરી દ્રારા ઉપાડી લેવામા આવ્યો હતો.⁠⁠⁠⁠ આમ, ગજુને રોટરી ક્લબ હળવદ તરફથી સહાય મળતા સમાજમાં એક પ્રસંશનીય સામાજિક કાર્યની ઘટના બની છે.

 

- text