મોટીબરાર પ્રાથમિક શાળાનાં ભૂલકાઓએ કુદરતના ખોળે વન ભોજનની મજા માણી

માળિયા મિયાણાના મોટીબરાર ગામની શ્રી રત્નમણિ પ્રાથમિક શાળાના બાળકો માટે શાળાના શિક્ષકો દ્વારા વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાના ઘરેથી ભાથું લઇને ગામની નજીક રામદેવપીરના મંદિરે પગપાળા ગયા હતા. ત્યાં જઈ શાળાની પરંપરા મુજબ પ્રાર્થનાસભા કરી હતી. ત્યારબાદ શાળા પરિવારે સમુહમાં વૃક્ષના છાયે બેસી ભોજન કર્યું અને થોડા વિરામ પછી બાળકો માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ક્રિકેટ, વોલીબોલ, ટેનિસ, ખો-ખો જેવી રમતો રમીને ખૂબ આનંદ મેળવ્યો હતો.⁠⁠⁠⁠