મોરબી : જિલ્લા મા. અને ઉ. માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘની ૮ જુલાઈએ મીટીંગનું આયોજન

- text


મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘ મોરબી ૮ જુલાઈનાં રોજ સંગઠન મીટીંગ બાબતે પ્રમુખ ડી.જી.ચુડાસમાએ તમામ મોરબી જિલ્લા વ્યાયામ શિક્ષકોઓને જણાવ્યું છે કે, ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને વ્યાયામ શિક્ષક મહામંડળ દ્વારા લેવાયેલ નિર્ણયને ટેકો આપવો કે નહીં તે બહુમતે નક્કી કરવા અને એના અનુસંધાને પડતર પ્રશ્નને વાચા આપવા ખેલ માહાકુંભનો બહિષ્કાર કરવો કે નહીં તે અંગે ચર્ચા વિચારણા કરી ડી.એસ.ઓ અને એસ.ઓ.જી. તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરવાનું આયોજન નીતિ નક્કી કરવા એકત્રીત થવાનું છે. આ માટે નોકરી કરતા અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ વ્યક્તિ જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે. જે સ્પોર્ટ્સ ફિલ્ડમાં જોબથી વંચિત છે. તે દરેકે તા.૮ જુલાઇ શનિવારના રોજ ડી.ઇ.ઓ ઓફિસ હ્ંટર ટ્રેનિગ છાત્રાલય, શક્તિ ચોક ખાતે ગ્રાઉન્ડમાં બપોરે ૧:૩૦ કલાકે મિટિંગના આયોજનમાં પોતાના મંતવ્ય આપવા અચૂક હાજરી આપવી. આ મીટીંગમાં પ્રાથમિક અને માધ્યમિકમાં વ્યાયામ શિક્ષકની ભરતી કરવી, સાતમું પગારપંચ, અને રમતના આયોજન સંચાલકના નામ વગેરે મુદ્દા પર ચર્ચા થશે તેવું મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text