મોરબીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

ટ્રાફિકને અડચણરૂપ આડેધડ વાહનો સામે કડક કાર્યવાહી

મોરબી એ ડિવિજનના તાજેતરમાં નિમણૂક થયેલા પી.એસ.આઈ જે.ડી.ઝાલાને ડી સ્ટાફના પી.એસ.આઇ તરીકે ચાર્જ સોપાયો છે. તેમણે આવતા વેત શહેરમાં આડેધડ પાર્ક થયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરી છે. પી.એસ.આઈ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફ શહેરના સવેદનશીલ વિસ્તારો ખાટકી વાસ, મચ્છીપીઠ, કાલિકા પ્લોટ સહિતના વિસ્તારો તથા શનાળા રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કરી ત્યાં ટ્રાફિકને અડચણરૂપ ખડકાયેલા નવ વાહનોને ડિટેઇન કાર્ય હતા તેમજ કુલ 35 વાહનો સામે કડક કાર્યવાહી કરી હતી.