મોરબી : નવલખી ફાટક પાસે વૃધ્ધનાં માથા પર ટ્રકનું ટાયર ફરી વળતા મોત : ડ્રાઈવર ફરાર

- text


મોરબીના લાઈન્સનગર નજીક નવલખી ફાટક પાસે રાહદારીના માથા ઉપરથી ટ્રકનું તોતીંગ વ્હીલ ફરી વળ્યુ છે. આ અકસ્માતમાં વૃધ્ધ પ્રેમજીભાઇ મકવાણાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

- text

મોરબી અપડેટને પ્રાપ્ત વિગાય મુજબ મોરબીનાં વિજયનગરમાં રહેતા પ્રેમજીભાઈ હિરાભાઈ મકવાણા ઉ.વર્ષ ૬૨ આજ સવારે પોતાના ઘરેથી નીકળી લાઈન્સ સ્કુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રકે આ વૃધ્ધને હડફેટે લેતા ટ્રકનું પાછલું ટાયર તેમના પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. વાહન ચાલક ઝડપથી ધટનાસ્થળે પોતાનું વાહન જીજે ૧૨વાય ૫૧૩૦ મુકીને ફરાર થઈ ગયો છે.
આ ઘટના બનતા લોકોના ટોળા એકત્રીત ગયા હતા અને મૃતકનાં પરિવારજનોને અ બનાવ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી⁠ આગળની કાર્યવાહી હાથ ધરી છે.⁠⁠⁠

- text