મોરબી : જે.એ. પટેલ મહિલા કોલેજ ખાતે મતદાર યાદી કાર્યક્રમ અંગે કલેકટરની આગેવાનીમાં કેમ્પ

- text


જે વિદ્યાર્થીઓનાં ૧૮ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે તેમનાં તાત્કાલિક ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવ્યા : મતદાર યાદીમાં નામ છે કે નહીં તેની પણ ચકાસણી અને સુધારણાની સુવિધા : કલેકટર સહિતનું તંત્ર ખડેપગે

મોરબી : સૌથી મોટી લોકશાહીનાં વિકાસ અને પ્રગતિશીલ મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા નામો દાખલ કરવા માટે આજે ખાસ જુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંગે કલેકટર તંત્ર અને ચુંટણી શાખા દ્વારા જે.એ પટેલ મહિલા કોલેજ ખાતે એક કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં જે વિદ્યાર્થીઓનાં ૧૮ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે તેમનાં તાત્કાલિક ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવ્યા છે. આ સિવાય નામ કમી, નામ સુધારણા વગેરે કામગીરી પણ ત્યાં જ કરવામાં આવી રહી છે.
આ કેમ્પ મોરબી કલેકટર આઈ. કે. પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યો છે. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, નાગરીકોનો એક એક મત કિંમતી છે. એક મતથી દેશની લોકશાહીમાં ઘણો ફર્ક પડી શકે છે. નવા નામો દાખલ કરવા માટે ચુંટણીપંચ સક્રિય છે ત્યારે વધારેમાં વધારે નામો મતદાર યાદીમાં ઉમેરાય તે માટે અમે સૌ સક્રિય છીએ.
આ મતદાર યાદી કેમ્પમાં મતદાર યાદીમાં નામ છે કે કેમ તે ચકાસી શકાશે તેમજ તેમાં સુધારો પણ થઈ શકશે. વધુમાં વધુ લોકો આ કેમ્પ અને આ મહિના ચાલનારી મતદાર યાદી કાર્યકર્મનો લાભ લે એ માટે કલેકટર આઈ. કે. પટેલ,ડે. કલેકટર કેતન જોશી, ચુંટણી અધિકારી ચૌધરી, પ્રમુખ બેચરભાઈ હોથી, વલમજીભાઈ અમૃતિયા અને ભાવેશભાઈ જેતપરિયાએ અનુરોધ કર્યો છે.

- text