મોરબી જિલ્લાનું ગૌરવ : રાયફલ શુટિંગમાં દિપ પટેલે ગોલ્ડ મેડલ જીત્યો

- text


મોરબી : તાજેતરમાં ૫૩મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપ તા. ૨૯ જુનથી ૪ જુલાઈ દરમિયાન ધી અમદાવાદ મીલટ્રી એન્ડ રાઈફલ ટ્રેનીંગ એસો. અમદાવાદ ખાતે યોજાઈ ગઈ. જેમાં ગુજરાતભરનાં ૮૦૦ જેટલા શૂટર્સએ ભાગ લીધો હતો. તેમાંથી મોરબીના યુવાન શૂટર્સ દિપ. બી. પટેલએ ચાર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લઈ સ્ટાન્ડર્ડ પિસ્તોલમાં ૨૫ મીટરે ૨૬૪ પોઈન્ટ મેળવી પ્રથમ સ્થાને આવતા ગોલ્ડ મેડલ જીત્યું છે. આ સાથે જ દિપે સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

મૂળ હરીપર કેરાળા ગામનાં વાતની દીપ પટેલે ૨૦૧૫ દરમિયાન સરકારનાં ખ્યાતી પ્રાપ્ત શૂટર્સની પદવી પણ મેળવેલી છે. આ ઉપરાંત છેલ્લા ૧૧ વર્ષથી શુટિંગ ક્ષેત્રે કાર્યરત દીપ પટેલે અનેક સિદ્ધિઓ હાંસલ કરી ૨૪ મેડલ અને અનેક એવોર્ડ જીત્યા છે. તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ જુનિયર રીનઉન્સ શૂટર્સ એવોર્ડ જીતી સમગ્ર સૌરાષ્ટ્ર, મોરબી જિલ્લો અને પટેલ પરિવારનું નામ રોશન કર્યું છે.

- text