મોરબી : આઇએમએ દ્વારા ટીનએજ સમસ્યા વિશે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન અપાયું

- text


ડો. ભાવનાબેન જાની અને ડો. રમેશભાઈ બોડા તથા આઈએમએની ટીમ સમાજમાં જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ : નાલંદા વિદ્યાલય, તપોવન વિદ્યાલય, ઓમશાંતિ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય અને નિર્મલ વિદ્યાલયમાં આઈએમએ દ્વારા માર્ગદર્શક સેમિનાર યોજાયા

મોરબી : ઇન્ડિયન મેડીકલ એસો. મોરબી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી જુદી જુદી શાળાઓની દીકરીઓને ટીનએજમાં થતી સમસ્યાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીની નાલંદા વિદ્યાલય, તપોવન વિદ્યાલય, ઓમશાંતિ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય અને નિર્મલ વિદ્યાલયમાં આઈએમએના ડો. ભાવનાબેન જાની, ડો. રમેશભાઈ બોડાએ ૧૦થી ૧૯ વર્ષની ઉમરમાં થતી સમસ્યાઓ વિષે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આઈએમએ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમીનારમાં ડો. ભાવનાબેન જાનીએ ૧૦ થી ૧૯ વર્ષની દીકરીઓના શરીરમાં જે શારીરિક અને માનસિક ફેરફારો થાય છે જેના લીધે થતી સમસ્યાઓ વિષે સાયન્ટીફીક ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જયારે ડો.રમેશભાઈ બોડાએ દીકરીઓને આ ઉમરમાં વાળ ખરવા, ખીલની સમસ્યા તેમજ જાતીય સતામણી નિષેધ કરી રીતે કરવો અને નશીલા દ્રવ્ય વિષે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મોરબીની ઓમશાંતિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને આઈએમએના નિષ્ણાત ડોકટરોએ માર્ગદર્શન આપ્યું હતું ત્યારે ઓમશાંતિ વિદ્યાલય દ્વારા આઈએમએનો આભાર વ્યકત કરીને જણાવ્યું હતું કે, સામાન્ય સમાજમાં એવી માન્યતા છે કે ડોકટર જે તે કલીનીક પર જ મળે અને સમાજ ઉપયોગી કાર્યમાં તેમનો ફાળો નહીવત હોય પરંતુ ડો. ભાવનાબેન જાની અને ડો. રમેશભાઈ બોડા તથા આઈએમએની ટીમ સમાજમાં જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ છે. અને શાળાની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો અને દર વર્ષે જ્ઞાનનો લાભ મળે તેવી અપીલ કરી હતી.

- text