મોરબી : ગેરકાયદેસર હોર્ડિંગ-બેનરો ઉતારી પાડવા નગરપાલિકાએ કાર્યવાહી શરુ કરી

- text


મોરબી : ટૂંકસમય પહેલા મોરબી નગરપાલિકાએ ૩૬ જેટલા લોકોને જાહેરાતનાં હોર્ડિંગ અને બેનરો હટાવી લેવા નોટીસ ફટકારી હતી. પરંતુ જાહેરાત એજન્સી તરફથી નગરપાલિકાની નોટીસને નજરઅંદાજ કરવામાં આવતા આજ રોજ મોરબી નગરપાલિકા દ્વારા જાતે ઠેરઠેર લગાવેલા જાહેરાતનાં હોર્ડિંગ અને બેનરો હટાવીને તોડી પાડવામાં આવ્યા હતા.

- text

આજ રોજ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કંજારીયા અને ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાની સુચનાથી પાલિકાના સ્ટાફે મોરબીમાં ગેરકાયદેસર રીતે લગાવેલા જાહેરાતનાં હોર્ડિંગ અને બેનર્સ ઉતારવાની કામગીરી શરુ કરી દીધી છે. બપોરથી શરુ થયેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં ૮ જેટલા હોર્ડિગ્સ ઉતારી પાડવામાં આવ્યા છે. આ અંગે નગરપાલિકા ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, બેનર્સ ઉતારવાની કાર્યવાહી ચાલુ રહેશે. નોટીસ આપવા છતાં જેમને ગેરકાયદેસર હોર્ડિગ્સ ઉતાર્યા નથી તેમના હોર્ડિગ્સને ઉતારી લેવામાં આવશે.

 

- text