ટંકારા પંથકમાં 1000 હેક્ટરથી વધુ જમીનનું ધોવાણ

- text


ખેતીવાડી વિભાગ દ્વારા છ ટીમો મારફત સર્વેક્ષણ ની કામગીરી : ગજેરા

મોરબી : જિલ્લા માં ટંકારામાં પડેલા ભારે વરસાદ ને કારણે ખેતીની 1000 હેક્ટર જમીનનું ધોવાણ થયું હોવાનું પ્રાથમિક તારણ ખેતીવાડી વિભાગ સમક્ષ આવ્યું છે જોકે હજુ ડિટેઇલ સર્વે બાદ ખેડૂતોને નુકસાની અંગે નું વળતર ચુકવવામાં આવશે.
ગત તારીખ 1 જુલાઈ ના રોજ ટંકારા અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા બાર થી તેર ઇંચ જેટલા મુશળધાર વરસાદ ને કારણે ટંકારા તાલુકામાં ભારે ખુવારી થઇ છે ખાસ કરી ને ખેતીની જમીનને વ્યાપક નુકશાન પહોંચતા ખેતીવાડી વિભાગ દ્વારા આ માટે સર્વેક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગજેરાએ જણાવ્યું હતું કે ટંકારા તાલુકામાં પડેલા ભારે વરસાદ બાદ ખેતીમાં થયેલી નુકશાનીનો અંદાજો મેળવવા આ અગાવ છ ટીમો દ્વારા પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો હતો અને હાલમાં ટંકારા માં 4 ટીમ અને મોરબીના અન્ય વિસ્તારમાં 2 ટીમ દ્વારા ખેતીને થયેલી નુકશાની નો સર્વે કરવામાં આવી રહ્યો છે.
વધુમાં આ સર્વે ના પ્રાથમિક અંદાજ માં ખેતીલાયક 1000 હેક્ટર જમીનનું ધોવાણ થયું હોવાનું પ્રાથમિક સર્વે માં બહાર આવ્યું છે જોકે નુકશાની નો સાચો આંકડો તો ડિટેઇલ સર્વે બાદ જ આવશે.
દરમિયાન હાલમાં ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સર્વે ની કામગીરી પુરી થયા બાદ સરકારમાં રિપોર્ટ કરી ખેડૂતોને જમીન ધોવાણ ના કિસ્સામાં વળતર ચુકવવામાં આવશે.
બીજી તરફ ટંકારા તાલુકામાં ખેડૂતો દ્વારા જમીન ધોવાણ ના કિસ્સામાં સરકારી મદદની આશા છોડી ખેતીલાયક જમીનનું ધોવાણ રીપેર કરી ખેડૂતો વાવણી કાર્યમાં જોતારાય હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text