મોરબી એલસીબીએ ચાર બુટલેગરની ધરપકડ કરી

- text


મોરબી તાલુકા ના ફડસર ગામેથી મોરબી એલસીબીએ ચાર બુટલેગરની ધરપકડ કરો છે. જેમાં મોરબી તાલુકા પો.સ્ટે. મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૩૬૯/૨૦૧૬ના કામે કી.રૂ.૬,૫૭,૮૦૦/-નો મુદામાલ મળી આવેલ તેમજ હળવદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૨૪૮/૧૬ મુજબના ગુનાના કામે કુલ કી.રૂ.૧,૪૨,૯૦૦/-નો મુદામાલ મળી આવેલ જે ગુન્હાના નાસતા ફરતા આરોપી લાખાભાઇ મેરામભાઇ બાળા રહે. ફડસર તેમજ મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૦૪૨/૨૦૧૭ ના મુજબના ગુનાના કામે કુલ કી.રૂ.૨૧,૯૦,૬૦૦/-નો મુદામાલ મળી આવેલ જેના નાસતા ફરતા આરોપી (૧) અજયભાઇ કરશનભાઇ વાધેલા (૨) ભુપતભાઇ દેવજીભાઇ કુંભારવાડીયા (૩) કાનજી ભાણજી ગરચર રહે. બધા ફડસર એમ કુલ ૪ આરોપીઓ મળી આવતા આજરોજ તા.૬/૭/૨૦૧૭ ના ક.૨૦/૩૦ વાગ્યે અટક કરેલ છે. અને પકડાયેલ મુદામાલ ઇંગ્લીશ દારૂ કયાથી કોની પાસેથી મેળવેલ હોય અને કોને આપવાનો હતો તે બાબતે ની વધુ પુછપરછ માટે પોલીસ રીમાન્ડ માટેની તજવીજ ચાલુ છે.⁠⁠⁠⁠

- text

- text