માળીયા મી : ધો.૧૦નું અટકાયેલું પરિણામ જાહેર : ૩૩૧ વિદ્યાર્થીઓમાંથી ૩૩ ઉતીર્ણ

- text


માળીયા મી.કેન્દ્રનું ધો.૧૦નું પરિણામ માધ્યમિક શિક્ષણ બોર્ડે અગાઉ માસ કોપીની શંકાએ અટકાવી દીધું હતું. જેની સુનાવણી અને યોગ્ય તપાસ બાદ ધો.૧૦નું પરિણામ જાહેર કરાયું છે. જેમાં ૩૩૧ વિદ્યાર્થીઓ માંથી ૩૩ને ઉતીર્ણ કરાયા હતા. જ્યારે ૧૯૮ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હોવાથી નાપાસ કરીને તેમણે પૂરક પરિક્ષાની તક અપાઈ છે.

- text

માળીયા મી. ધો.૧૦નું પરિણામ માસ કોપીની શંકાથી અટકાવી દેવામાં આવ્યું હતું. જેથી માળીયા મી.ની ૩૩૧ વિદ્યાર્થીઓનાં પરિણામ અટકી જતાં વાલીઓમાં હોબાળો મચી ગયો હતો. આ બાબતે સ્થાનિક કક્ષાથી માંડીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન શિક્ષણ બોર્ડ પરિણામ બાબતે તટસ્થ તપાસ કરવા માટે એક કમિટી બનાવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઇ હતી. આ તમામ પ્રક્રિયા બાદ માળીયા મી. ધો.૧૦નું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં ૩૩૧માંથી ૩૩ વિદ્યાર્થીઓને ઉતીર્ણ જાહેર કરાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ૧૯૮ વિદ્યાર્થીઓ ચોરી કરતા માલૂમ પડ્યા હોવાથી તેમણે ગણિત કે વિજ્ઞાનનાં નાપાસ કરાયા હતા અને આ વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડે સુધારવાની તક આપી પૂરક પરીક્ષા આપવાની છુટ આપી છે.

- text