ટંકારાના ખાખરા ગામે યુવાનને મારમારી જાનથી મારી નાખવાની ધમકી

- text


ટંકારા તાલુકાના ખાખરા ગામે યુવાનને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર દેવજીભાઈ હરજીભાઈ પરેચા (ઉ.૩૦) રહે.ટંકારા તાલુકાના ખાખરા ગામે તે જ ગામમાં રહેતા આરોપી વિજયભાઈ સવસીભાઇ રાઠોડએ વાડીમાં ચાલવા જેવી બાબતે બોલાચાલી થતા દેવજીભાઈને ઢીકાપાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- text

- text