પ્રજાપતિ સમાજનું ગૌરવ : ૧૪ વર્ષની ઉંમરે કરાટેમાં ૪ એવોર્ડ જીત્યા

- text


વરિયા પ્રજાપતિ સમાજમાં એક કુટુંબ કે જે સમાજમાં પોતાની અલગ પ્રતિભા ધરાવે છે અને એ કુટુંબ એટલે થાનગઢના શ્રી ગોવિંદભાઈ ખીમજીભાઈ ઉંટવાડીયાનું કુટુંબ. સિરામિક ઉદ્યોગનાં તમામ ઉદ્યોગપતિઓને આજીવન માર્ગદર્શન આપનાર અને તેમના અનેક જટિલ પ્રશ્નોન સરળતાથી ઉકેલી આપનાર શ્રી ગોવિંદભાઈના પુત્ર ભૂપતભાઈએ પ્રજાપતિ સમાજમાં જ્યારે અક્ષરજ્ઞાન ન હતું ત્યારે પોતાની મહેનતનાં બળથી સાયન્સ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને હવે પરિવાર અને સમાજની પરંપરાને આગળ ધપાવી તેમનો પુત્ર રાજદીપ પ્રજાપતિ સમાજ અને સમસ્ત મોરબી જિલ્લાનું ગૌરવ વધારી રહ્યો છે.

- text

પ્રજાપતિ રાજદિપ ભૂપતભાઈ ઉંટવાડીયાએ ૧૩ વર્ષની નાની ઉંમરમાં રાજકોટ જિલ્લા કક્ષાએ રાજકોટ સ્પોર્ટ્સ ક્રિયાસ્ટા-૧૭માં દ્રિતીય ક્રમ સિલ્વર મેડલ, રાજકોટ જિલ્લા કક્ષાએ સેવન્થ રાજકોટ જિલ્લા કરાટે-૧૭માં પ્રથમ ક્રમ ગોલ્ડ મેડલ, ગુજરાત રાજ્ય કક્ષાએ ગુજરાત દીવ-દમન ઈન્ટરસ્ટેટ કરતે-૧૭માં પ્રથમ ક્રમ ગોલ્ડ મેડલ અને ભારત નેશનલ કક્ષાએ ટ્વેંટીથ વોડાકાઈ કરાટે ચેમ્પિયન-૧૭માં દ્રિતીય ક્રમ સિલ્વર મેડલ મેળવી થાનગઢ પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે.
રાજદિપ પ્રજાપતિએ આ ચારેય મેડલ છ માસનાં ટૂંકાગાળામાં જીત્યા છે. આ સિદ્ધિ પાછળ તેમના કોચ સચિનભાઈ ચૌહાણનો અથાગ પ્રયત્ન રહેલો અને માર્ગદર્શન રહેલા છે. આ સાથે ધોરણ ૮માં અભ્યાસ કરતા ક્રિસ્ટલ સ્કુલ પડધરી-રાજકોટ સ્કુલનાં શિક્ષકગણ તથા સ્ટાફનો પણ નોંધપાત્ર ફાળો રહેલો છે. નાનકડા રાજદીપએ નેશનલ લેવલે સ્પર્ધામાં ભાગ લેવાનો હોવાથી ઉનાળું વેકેશન પણ માણેલ નથી. તે થાનગઢમાં રહે છે અને પ્રેક્ટીસ રાજકોટમાં હોય છે આથી રાજદિપ થાનથી રાજકોટ ટ્રેનમાં અપડાઉન કરીને પોતાનું શ્રેષ્ઠ આપવામાં ચૂક્યો નથી.
હવે પછી રાજદિપનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય જળકાવવાનું છે.જે માટે તે પ્રયત્નશીલ છે અને તક પણ નિર્માણ થઈ ચુકી છે. અગામી નવેમ્બર ૨૦૧૭માં શ્રીલંકામાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહેલા રાજદીપને મોરબી અપડેટ તરફથી ખુબખુબ શુભેચ્છાઓ..

- text