મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ઓપન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

- text


મોરબી : સમગ્ર મોરબી શહેરમાં અવિરત પણે સેવાકીય પ્રવૃતિ કરતી ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા તા.૧૬ જુલાઇ રવિવારના રોજ ઓપન મોરબી વકતૃત્વ સ્પર્ધાનું ધો.૯ થી૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની તમામ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. દરેક સ્કૂલમાંથી સ્કૂલ દીઠ-૧ વિદ્યાર્થીને આ સ્પર્ધામાં મોકલવાના રહેશે. જેમાં સ્પર્ધાના વિષય આ મુજબ છે : (૧) મારા સપનાનું ભારત (૨) આંતકવાદ અને વૈશ્વિક સમસ્યા (૩) ટી.વી/મોબાઈલ શાપ કે આશીર્વાદ. આમ, આ ત્રણમાંથી કોઈપણ એક વિષય ઉપર વિદ્યાર્થીએ વધુમાં વધુ ત્રણ મિનિટ બોલવાનું રહેશે. તો દરેક હાઇસ્કૂલના સંચાલક તથા આચાર્યશ્રીએ પોતાની સંસ્થામાંથી એક વિદ્યાર્થીનું નામ તથા તેનો નક્કી કરેલ વિષય હર્ષદભાઈ ગામી ૯૮૯૮૮૮૬૫૮૫, ભાવેશભાઈ દોશી ૯૯૨૫૨૦૦૦૨૬, રમણભાઈ મહેતા ૯૯૨૪૬૧૦૬૧૦ અને ઘનશ્યામભાઈ અઘારા ૯૪૨૭૪૨૨૨૭૭ને નોંધાવવા અને રજીસ્ટ્રેશન કરાવવાનાં રહેશે.

- text

ઇન્ડિયન લાઈન્સ ક્લબ મોરબી તરફથી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. તથા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્પર્ધામાં મોરબીના પ્રસિધ્ધ શિક્ષણવિદો નિર્ણાયક તરીકે રહેશે. તો સમગ્ર મોરબીની તમામ હાઈસ્કૂલને આ હરીફાઈમાં પોતાની એન્ટ્રી મોકલવવા માટેની નમ્ર અપીલ સહ આમંત્રણ ઇન્ડિયન લાઈન્સ ક્લબ દ્વારા પાઠવવામા આવે છે. આ એન્ટ્રી નિ:શુલ્ક છે. તેમજ આ આંગે દરેક સ્કૂલને અલગથી સર્ક્યુલર માહિતી સાથેનું ફોર્મ પણ મોકલાશે.

 

- text