મોરબી : સમસ્ત સતવારા સમાજ એન્જીનિયર્સ એસો. દ્વારા સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : શ્રી સમસ્ત સતવારા સમાજ એન્જીનિયર્સ એસો. મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ ૨૦૧૬-૧૭ અંતર્ગત તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન સતવારા સમાજની વાડી બગસરા ખાતે તા. ૨૫ જૂન રવિવારનાં રોજ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વઢવાણીયા કૃતિ હરજીભાઈ ગાંધીનગર બીઈઈસી અને પરમાર રિદ્ધિ નવીનભાઈ મોરબી ડિપ્લોમા આઈટી તેમજ કડિયા તેજસ ભરતભાઈ અમદાવાદ ડિપ્લોમા મિકેનીકલ અને કણજગરિયા અનીલ પ્રવીણભાઈ બરવાળા ડિપ્લોમા મિકેનીકલ વાળાઓનું ‘સ્વ. જીવરામભાઈ ડુંગરશીભાઈ પરમાર’ ગોલ્ડ મેડલ, શિલ્ડ તથા ભેટ આપી શ્રીમતિ હંસાબેન એલ. હડીયલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

આ તકે સમસ્ત ગુજરાતમાંથી સતવારા સમાજનાં આગેવાનો, હોદ્દેદારો તથા મહાનુભાવોએ હાજરી આપીને ઈજનેરોને માર્ગદર્શન અને પ્રેરણા પૂરા પડેલા હતા તેમજ આયોજકોને બિરદાવ્યા હતા.

- text