પ.પૂ.મા શ્રી કનકેશ્વરી દેવીજીના પાવન સાનિધ્યમાં શ્રી ગુરુપૂર્ણિમા દિવ્યોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન

મોરબી : સમર્થ સદગુરુ, સિધ્ધાવતાર પ.પૂ.કેશવાનંદ બાપુના પરમ કૃપાપાત્ર શિષ્યા અનંતશ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ.મા શ્રી કનકેશ્વરી દેવીજીના પાવન સાનિધ્યમાં શ્રી ગુરુપૂર્ણિમા દિવ્યોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન તા.૯ જુલાઈનાં રોજ શ્રી ખોખરા હનુમાનજી ધામ, બેલા-ભરતનગર ખાતે કરવામાં આવેલુ છે. આ મહોત્સવમાં પૂ.માના વચનામૃત ઉપરાંત વેદવિદ્યાલયનું ભૂમિપૂજન, બપોરે મહાપ્રસાદ, ૪:૦૦ કલાકે સુંદરકાંડ પાઠ તેમજ રાત્રે સંતવાણી ભજનના કાર્યક્રમો રહેશે. કલાકારો સર્વશ્રી કરસન સાગઠિયા, દમયંતી બરડાઈ અને મુકેશ રામાનુજ છે.

આ મહોત્સવમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશ વિજયવર્ગીય, મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, દ્વારકા ધારાસભ્યશ્રી પબુભા માણેક, ઇન્દોર ધારાસભ્યશ્રી રમેશ મેન્દોલાજી ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પાવન પ્રસંગે રૂ. ૫.૨૫ કરોડના ખર્ચે મંજુર થયેલ ભરત નગર – બેલા રોડનું ખાતર્મુહૂર્ત પણ પૂ. માના વરદ હસ્તે રાખવામાં આવેલ છે તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આ દિવ્ય અને ભવ્ય પ્રસંગે પધારવા નિમંત્રણ છે.