મોરબી તાલુકા પોલીસે હાઇવે પર દારૂની હેરાફેરી કરતા ત્રણને ઝડપી લીધા

લક્ષ્મીનગર પાસે કારમાંથી 24 બિયર અને 72 વિદેશી દારૂની બોટલ સાથે 2 શખસો અને ગાળાના પાટિયા પાસેથી બાઇકમાં 12 બોટલ સાથે એકની ધરપકડ

મોરબી : મોરબી તાલુકા પોલીસે હાઇવે પર દારૂની હેરાફેરી થઇ રહ્યાની બાતમીના આધારે વોચ ગોઠવી અલગ અલગ બે જગ્યાએથી કાર અને બાઇકમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખસોને 84 દારૂની બોટલ અને 24 બિયર સાથે ઝડપી લીધા હતા. જયારે આ દરમિયાન એક શખ્સ નાસી છૂટ્યો હતો.
મોરબી તાલુકા પોલીસના જણાવાયા મુજબ ગત રાત્રીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે પર જી.જે.17 એન 2443 કારની તલાશી લેતા કારમાંથી 72 ઇંગલિશ દારૂની બોટલ અને 24 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર રવિ અશોકભાઈ સોની એન લાલજી ઉર્ફે લાલો ભરવાડની રૂ.14,400 ની કિંમતના દારૂના જથ્થા સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જયારે આ ઉપરાંત હાઇવે પર ગાળા ગામના પાટિયા પાસે જી.જે. 36 સી 4219 નં. ના બાઈક પર 12 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે સુનિલ મનીષ પરમાર ઝડપાયો હતો. જયારે આ દરમિયાન તેની સાથે રહેલો કલ્પેશ પ્રવીણ વરણીયા નાસી જવામાં સફળ થયો હતો. મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

ફાઈલ ફોટો