મોરબી : સુરતમાં કાપડ વેપારીઓ પર પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં કલેકટરને આવેદન

મોરબી : આજ રોજ શ્રી મોરબી કાપડ મહાજન મંડળ તથા રેડીમેઈડ ગારમેન્ટ એસો. દ્વારા મોરબીનાં કલેકટરશ્રીને આવેદન આપી જણાવવામાં આવ્યું હતું કે, જીએસટીનાં વિરોધમાં સુરત કાપડનાં વેપારીઓ બંધ પાડ્યું હતું જેમાં પોલીસ દ્વારા કોઈપણ કારણ વગર લાથીચાર્જ કરવામાં આવ્યો હતો. મોરબી કાપડ મહાજન પોલીસનાં આ અત્યાચારી વર્તનનો સખત વિરોધ કરે છે. આથી વેપારીઓ આ અંગે ગાંધીચિંધ્યા માર્ગે લડત આપે છે જે લોકશાહીમાં માન્ય છે. કોઈપણ આદોલનને કચડી નાખવું એ હિટલરશાહી છે. જેનાં વિરોધમાં મોરબી કાપડ મહાજન મંડળ વિરોધ નોંધાવે છે.