મોરબી : વાહન પાર્કિંગ જગ્યાનો અભાવ : પહાડ જેવડી સમસ્યા અને શરદર્દ

- text


વર્ષોથી માત્ર વાતોનાં વડા કરતા તંત્ર પાસે પાર્કિંગ સમસ્યાનો ઉકેલ કે નક્કર આયોજન નથી

મોરબીમાં ટ્રાફિકની સમસ્યા યોગ્ય વ્યવસ્થાને અભાવે પર્વત જેવી બની ગઈ છે. ખાસ કરીને ટ્રાફિક સમસ્યાના મૂળમાં વાહન પાર્કિંગની જગ્યાનો અભાવ મુખ્ય જવાબદાર કારણ છે. શહેરમાં વર્ષોથી વાહન પાર્કિંગના અભાવની પહાડ જેવી સમસ્યા છે. જેના કારણે લોકોને જ્યાં ત્યાં વાહન પાર્ક કરવા પડે છે.
મોરબીમાં વાહન પાર્કિંગની મોટી અસુવિધા ઝડપથી વિકસતા શહેર માટે શિરદર્દ બની રહી છે. જો કે શહેરમાં એકાદ બે સ્થળે પાર્કિંગની સુવિધા છે. પરંતુ એ માત્ર પાશેરામાં પૂણી સમાન છે. મોટાભાગના માર્ગો પર અલાયદી વાહન પાર્કિંગની સુવિધા ન હોવાથી વાહન ચાલકોને જ્યાં ત્યાં વાહન પાર્ક કરવાની ફરજ પડે છે. પરિણામે ટ્રાફિકના નિયમોને ભંગ થતાં હોવાથી દંડાવું પણ પડે છે, ત્યારે શહેરમાં ઘણી જગ્યાએ અલાયદી વાહન પાર્કિંગ વ્યવસ્થા કરવી જરૂરી છે. કારણ કે મોટા ભાગના માર્ગો માર્કેટમાં ફેરવાય ગયા છે. રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે હજારો લોકો આવતા હોય છે. વાહનો વધવાના કારણે માર્ગો સાંકળા બની ગયા છે. તેમાં કોઈપણ વાહન પાર્ક કરે તો માર્ગમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય છે. ઘણા માર્ગો પર વાહન પાર્ક કરવાની જ્ગ્યા જ નથી.

- text

- text