મોરબી રાજકોટ રોડ પર ઇનોવા અને ટ્રેક્ટર વચ્ચે અક્સ્માત

બંને વાહનો રોડ નીચે ઉતરી ગયા : સદનસીબે કોઈને ગંભીર ઇજા ન પોહચી

મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર મોડી સાંજે ધ્રુવનગર પાસે ઇનોવા કાર અને ટ્રેકટર વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહનો એવી રીતે ટકરાયા હતા કે બંને રોડથી નીચે પાંચ ફૂટ નીચે ઉતારી ગયા ગયા. અકસ્માત બાદ સ્થળ પર તોલા ઉમટી પડ્યા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજાઓ પોહચી ન હતી. આ બનાવ અંહે હજુ સુધી પોલીસ સ્ટૅશનમાં કોઈ નોંધ થઇ નથી.