મોરબી : મચ્છુ-૨ ડેમમાં આવેલા નવા નીરનાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ દ્વારા વધામણા

મોરબી જિલ્લામાં તથા ઉપરવાસમાં સારા વરસાદથી મચ્છુ-૨ ડેમમાં આશરે ૩૦ ફૂંટ સુધીનું પાણી આવેલું છે. આ અવસરે પરંપરાગત રીતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ ગીતાબેન કંજારીયા તથા ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા મચ્છુ-૨ ડેમમાં આવેલા નવા નીરનાં વધામણા કરવામાં આવેલા હતા. આ પ્રસંગે પ્રમુખ, ઉપપ્રમુખ તથા સદસ્યો સર્વશ્રી હિનાબા ક્રિપાલસિંહ જાડેજા, અરુણાબા યશવંતસિંહ જાડેજા, અનસોયાબેન હરેશભાઈ ભટાસણા તથા અન્ય અગ્રણીઓએ હાજર રહી મચ્છુ-૨ ડેમનાં નવલા નીરને વધાવ્યા હતા.