મોરબી : ખેવાળીયા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકાનાં ખેવાળીયા ગામનાં સરપંચ શ્રી પ્રફુલભાઈ હોથી તથા ગ્રામજનો દ્વારા ગામનાં રસ્તા પર આશરે ૨૦૦થી પણ વધુ વૃક્ષો વાવી વૃક્ષો વાવો વરસાદ લાવો સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણનાં પાંજરાનાં દાતાશ્રી ડો. વિઠ્ઠલ એફ પટેલ સુરતવાળા રહ્યા હતા.