મોરબીમાં ખેતી ઉપયોગી સેમીનાર યોજાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા શિવ હોલ ખાતે તાજેતરમાં સરકારની જી.એસ.એફ.સી. ખેડૂત લક્ષી કંપની દ્વારા ખેત સામગ્રીની ઉત્કૃષ્ઠ ઉત્પાદનોનો લોકાપર્ણ તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો, વિક્રેતાઓ તથા વેપારીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કંપની દ્વારા સ્વદેશી વોટર સોલ્યુબલ ફર્ટીલાઈઝર તેમજ કંપનીના ઉત્પાદિત રાસાયણિક ખાતરોને ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. તેમજ અધિકારીઓએ કંપનીના આધુનિક ખેતી સંવર્ધન ઉત્પાદનોની જાણકારી આપી હતી. સાથે સાથે કંપની દ્વારા બનાવાતા ટીસ્યુ કલ્ચર રોપાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.