મોરબી : ખેલ અને કલા મહાકુંભનાં ફોર્મ ભરાવવાનું શરૂ

મોરબી : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંકૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુસર રાજ્યના કલા મહાકુંભનું સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા કક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. જેનું રજીસ્ટ્રેશન તા.૩થી ૧૭ જુલાઇ સુધી ચાલુ રહેશે. આ કલા મહાકુંભમાં ત્રણ વયજુથનો સમાવેશ કરેલ છે. ૧૦ વર્ષથી નીચેના, ૧૧થી ૨૦ વર્ષ સુધીના તથા ૨૦ વર્ષથી ઉપરના વયજૂથ.

ખેલ મહાકુંભ તાલુકા કક્ષાએ કુલ ૧૧ સ્પર્ધાઓ યોજવામાં આવશે. જ્યારે જિલ્લા કક્ષાએ ૯ સ્પર્ધાઓ યોજવામાં આવશે. દરેક કક્ષાએથી પ્રથમ વિજેતા સ્પર્ધક ઉપલી કક્ષામાં ભાગ લેશે. કલા મહાકુંભની સ્પર્ધામાં સ્પર્ધક કોઈપણ એક સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવ તાલુકામાં આપેલ સંસ્થાઓનો સંપર્ક કરી રજીસ્ટ્રેશન ફોર્મ મેળવી તા. ૧૭ જુલાઇ સુધીમાં સ્પર્ધકે રજીસ્ટ્રેશન કરાવી લેવું તેમજ રજીસ્ટ્રેશન ફોર્મ સાથે આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે. અને તમામ સ્પર્ધા અંગેનો કાર્યક્રમ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા આપવામાં આવશે.
ખેલ અને કલા મહાકુંભમાં ભાલ લેવા માટેનાં ફોર્મ આ સ્થળેથી મળી શકશે : મોરબી આદર્શ નિવાસી શાળા, રફાળેશ્વર, મોરબી શ્રી સુબોધ બારિયા મો. ૯૮૨૪૯૨૧૪૫૧. ટંકારા શ્રી એમ.પી.દોશી હાઈસ્કૂલ, ટંકારા, શ્રી ડી.જી.ચુડાસમા મો. ૯૮૭૯૬૮૦૨૦૮. વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ,વાંકાનેર શ્રી એ.એમ.પટેલ મો.-૯૪૨૭૧૬૪૦૪૭. માળીયા શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, ખાખરેચી શ્રી એસ.એસ.મારવાણીયા મો. ૯૪૨૯૦૯૯૨૭૪. હળવદ શ્રી સાંદીપની ઇ.મી. હાઈસ્કૂલ, હળવદ, શ્રી હિતેશ વરમોરા મો. ૯૯૧૩૦૫૦૭૪૦.