મોરબી ખાણ ખનીજ વિભાગ નો સપાટો વધુ કુલ ૯ વાહનો ડીટેઈન કર્યા

- text


મોરબીના ખાણ ખનીજ વિભાગ અધિકારી આર.એમ. ગઢવી સહિતના સ્ટાફે આજે વહેલી સવારે મોરબી તાલુકાની હદમાં આવતા રોયલ્ટી વિનાના ઓવરલોડ ચાલતા ૬ ડમ્પરો અને વાંકાનેર તાલુકામાં ૨ ડમ્પરો તેમજ વાંકાનેર સિટીની હદમાં આવતા ૧ ડમ્પર એમ કુલ ૯ ડમ્પરોને ડીટેઈન કરી પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા. ખાણ ખનીજ વિભાગએ આ કડક ઝુંબેશ છેલ્લા ત્રણ દિવસથી ચલાવી હતી જેના કારણે ખનીજચોરોમાં ફફળાટ બેસી ગયો છે.

- text