મોરબી : ડેમુ ટ્રેન સાથે ગાય અથડાતા એન્જીન ફેઈલ : ગાયનું મોત

એક કલાક બાદ ટ્રેન સાથે બીજું એન્જીન જોડી ટ્રેન રવાના કરવામાં આવી

મોરબીનાં રફાળેશ્વર ગામ પાસે આજે સાંજે મોરબી રાજકોટની ડેમુ ટ્રેન સાથે ગાય અથડાતા ગાયનું મોત થયું હતું. આ અકસ્માતમાં ટ્રેન એન્જીન ફેઈલ થઈ ગયું હતું. એક કલાક બાદ ડેમુ ટ્રેનમાં નવું એન્જીન જોડી ટ્રેન રવાના કરવામાં આવી હતી.
મોરબી રેલ્વે સ્ટેશન પર આજે સાંજે ૬ વાગ્યે મોરબીથી ડેમુ ટ્રેન રાજકોટ જવા ઉપાડી હતી ત્યારે રફાળેશ્વર પાસે પહોંચી ત્યારે ટ્રેનની આડે ગાય આવી જતા ગાયનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ટ્રેનની એન્જીન ફેઈલ થઈ જતા મુસાફરો અટવાયા હતા. એક કલાક બાદ વાંકાનેરથી બીજુ એન્જીન માગવી ટ્રેન રવાના કરવામાં આવી હતી. આ અકસ્માતથી મોરબી વાંકાનેરની ડેમુ ટ્રેન નિયત સમય કરતા થોડી મોડી થઈ ગઈ હતી.