મોરબી : શહેરી વિકાસ મંડળની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખે અનેક પ્રશ્ને રજૂઆત કરી

મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડની મીટીંગ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયા એ કલેકટરને રજૂઆત કરી હતી કે સરકારના તા.૫-૬-૧૭ન જાહેરનામાથી બહાર પાડેલ કોમન જી.ડી.સી.આર. મુજબ હાલ ૪૦% કપાત ઠરાવ થયેલ છે. પરંતુ મોરબી શેહરમાં આગાઉના જુના પ્લાનિંગ મુજબ રસ્તાઓ હાલ હૈયાત છે. મોરબી શહેર વિકસતું શહેર હોવાથી જી.ડી.સી.આર.ના નિયમો અનુંસાર મોરબીની પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે જે મોરબી મવડા માટે વધુ પ્રમાણ હોય મોરબીમાં ૨૦% કપાત અને ૨.૫ FSL રાખવા માટે અને ૧૨ મીટર હાઈટ સુધી બાંધકામ મજુરી આપવામાં આવે અને હાલમાં ડેવલોપમેન્ટ ચાર્જ ૩૦૦ મીટર પ્રમાણે લેવામાં આવે છે જેની જગ્યાએ ૧૫૦ મીટર પ્રમાણે અને ૧.૮ની FSL તથા વધારાની FSL જંત્રીના ભાવથી ૪૦%ના દરે વહેચાતી આપવામાં આવી તેવી રજૂઆત કરી હતી. તેમજ સોનલબેનએ વધુમાં રજૂઆત કરી હતી કે મોરબીનો ઝડપથી અને સારો વિકાસ થઈ શકે તેમ છે જેથી આ અંગે વહેલી તકે સરકારમાં સુધારા દરખાસ્ત કરવામાં આવે અને આ બાબતોનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે જેથી મોરબીની જનતાના રોજ-બરોજના પાણી નિકાલના,ગંદકી જેવા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે.⁠⁠⁠⁠