ટંકારા : પૂર પીડિતોનો સહારો બન્યો પ્રજાપતિ યુવાન

- text


ટંકારામાં પડેલા ધોધમાર વરસાદમાં સ્લમ વિસ્તારમાં રેહતા અને મજુરી કામ કરતા લાખાભાઈ વાઘેલાનું કાચું મકાન તથા સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાથોસાથ તેમના પત્નીને પ્રસવની પીડા ઉપાડતા તેણીને તાત્કાલિક ટંકારા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને નોર્મલ ડિલેવરી થયા બાદ તંદુરસ્ત બાળકીનો જન્મ થયો હતો. વાઘેલા દંપતીને ઉપર આભ અને નીચે જમીન જેવી પરિસ્થિતિમાં ટંકારાના બીપીનભાઈ પ્રજાપતિ દ્વારા તમામ સારવાર તેમજ દવા અને જમવા માટે શીરો તથા કપડા – ફૂડ પેકેટ્સ આપીને આર્યસમાજમાં હંસાબેન લાખાભાઈ વાઘેલા અને તેમના પરિવારને તમામ સગવડ આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં હંસાબેન અને તેમની બાળકીની તબિયત નોર્મલ છે તેમજ તેમને તમામ જોઈતી દવા અને સારવારની વ્યવસ્થા બીપીનભાઈએ કરી આપી છે. બિપીનભાઈ પ્રજાપતિએ ટંકારાનાં પુરગ્રસ્ત માણસોને બચાવી અને પીડિત પરિવારનો સામાન તથા ઘરવખરી તણાઈ જતા ઉપર આભ અને નીચે ઘરતી જેવી સ્થિતિમાં ગરીબ પરિવારનાં ૬૦થી ૭૦ વ્યક્તિને બિપીનભાઈ પ્રજાપતિએ જમાડ્યા અને ફૂડ પેકેટ્સ આપ્યા હતા. આ તકે એડી. કલેકટર પી.જી પટેલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી અ કામગીરીને બિરદાવી છે.

- text