મોરબી : એમ.એમ. સાયન્સ કોલેજની બેઠકો વધારવા ટ્રસ્ટીએ દસ તારીખ સુધી સમય માંગ્યો

- text


મોરબી : આજ રોજ મોરબી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ અને ઉપપ્રમુખ યુવરાજસિંહની આગેવાનીમાં એનએસયુઆઈ દ્વારા એમ.એમ. સાયન્સ કોલેજમાં બી.એસ.સી. અભ્યાસક્રમની બેઠકો વધારવા માટે કલેકટરને સોંપવામાં આવેલા આંદોલન બાદ કોઈ પગલા ન લેવાતા આજે કોલેજને તાળાબંધી કરવાનો પ્રયાસ અને સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાની એક માત્ર ગ્રાન્ટેડ કોલેજ એમ.એમ. સાયન્સ કોલેજમાં દર વર્ષે વધુ બેઠક હોય છે પણ આ વર્ષે માત્ર ૨૪૦ બેઠક જ મંજુર થતા ગરીબ અને નબળા વર્ગનાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોવાથી કોલેજની ૧૨૦ બેઠકો વધારવામાં નહીં આવતા એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં એનએસયુઆઈ દ્વારા કોલેજને તાળાબાંધી કરવા જતા ટ્રસ્ટીએ કોલેજને તાળા મારતા અટકાવી બેઠકો વધારવા માટે દસ તારીખ સુધીનો સમય માંગ્યો છે.

- text

- text