મોરબીમાં સામાકાંઠે મચ્છીપીઠમાં કાકાએ ભત્રીજાને ઢીબી નાખતા પોલીસ ફરિયાદ

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મચ્છીપીઠમાં ગઈકાલે સગા કાકા અને તેના પુત્રોએ ભત્રીજાને ઢીબી નાખતા બી-ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવા પામી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા કૈલાશભાઈ છગનભાઇ બારૈયા ગઈકાલે પોતાના કામ સબબ સામાકાંઠે આવેલ મચ્છીપીઠ માં ગયા ત્યારે મચ્છીનો ધંધો કરતા તેમના કાકા દેવકરણ ભાઈ અને તેના બે પુત્ર પ્રવીણ તથા અશ્વિને તું અહીં કેમ આવ્યો તેમ કહી ધક્કા મૂકી કરી પછાળી દઈ આંખમાં ઝોકો મારી દીધેલ તેમજ કમરના ભાગે ઓટો લાગતા કૈલાશભાઈને ઇજા પહોંચી હતી. આ મામલે કૈલાશભાઈ બરૈયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે દેવકરણભાઈ બારૈયા અને એના પુત્રો અશ્વિન અને પ્રવીણ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- text