મોરબી સિરામિક એસોસિયેશનની ઉદ્યોગકારોને અપીલ

- text


મોરબી સિરામિક એસો.એ તમામ ઉદ્યોગકરોને સત્યનાં રસ્તે આગળ વધી સ્વમાનથી જીવવા માટે અપીલ કરતા જણાવ્યું છે કે, જીએસટીની બધી જ જવાબદારીઓ ઉદ્યોગકારોની છે અને રસ્તામાં કોઇપણ મટીરીયલ્સનું શંકાસ્પદ વહીવટ જણાશે તો તે કંપનીની ગોડાઉન પણ ૬ મહીના સુધી સીલ થશે. ઉપરાંત માલીકોને પણ જેલ થશે. ગેરમાર્ગે જવાથી એક રૂપીયાનો ફાયદો પણ નથી અને પોલીસ કે ટેક્સ ડીપાર્ટમેન્ટ છોડશે નહી તો કોઇપણ ઉદ્યોગકાર ગેરકાયદેસર રસ્તાએ ચાલવાનું વિચારશો નહી. જેમને ટાઇલ્સ લેવી હશે તે કયા જશે? આપણને વોલટાઇલ્સમા તો દુનિયાના કોઇબીજા ઉત્પાદકો મોરબી સિરામિક વેપારમા નડે તેમ નથી. તો સિંહનું કલેજું રાખી અને બીજા રસ્તા બંધ કરીને સાચા રસ્તે જવા તેના માટે એશોસીએસન કટીબધ્ધ છે અને ટુંકસમયમાં એક મીટીંગ રાખી આ બાબતે પ્રોફસનલ ટીમ રાખી અને એકપણ સેમ્પલનુ બોક્સ બીલ વગર ના નિકળે તે માટે વ્યવસ્થા કરવા માટે કમિટી તેમજ પ્લાન બનાવી અને આગળ વધવા માંગીયે છીએ.

- text

તો જરૂર પડયે ફેકટરીનું ઉત્પાદન કાપી નાખો બાકી બીજી ફેકટરી વારો કરે છે તો આપણે બાકી રહી જાશુ તેવી માનસીકતા બદલો. ગ્રાહક ક્યાંય જવાના નથી તો ચાલો આપણે સાચા ઉદ્યોગકાર થઇએ. આપણી પાસે ગમે તે આવીને ડંડો પછાડી જાય છે અને આપણે તેને હા સાહેબ…હા સાહેબ.. સલામ સાહેબ કરવું પડે છે તો એવા કમાયેલા પૈસાનું શું કરશો? જે સંપતી તમારૂ સન્માન ન જાળવી શકે તે સંપતીનો શું મતલબ?
આપ કલ્પના કરો કે, ચેકીંગમા આવેલ સાહેબ તમારા વડીલને તમારી સામે જ ગમે તેમ બોલે અને તમે કંઇ બોલી ના શકો તો આવા રૂપીયા ફક્ત શું તમારા માટે BMW લેવા માટે કમાવ છો ? તમારા વડીલ તમારા માટે આવડા ઉદ્યોગો કર્યા તે શું તેમને કોઇ આવી અને ઘચકાવા માટે? મિત્રો સાથે મળીને વિચારો.. દેશ બદલવા જઇ રહ્યો છે ત્યારે આપણી પણ નૈતિક ફરજ છે કે આપણે પણ હવે ખમૈયા કરી..
હવે નક્કી કરીને બધુ ગેરકાયદેસર કામ બંધ કરીએ પછી જરૂર પડયે ખોટા લોકોને ખુલ્લા કરીશું. તો આવો સાથે મળીને શાંતિથી જીવવા માટે આગળ આવીએ. બાકી મોટા થવા માટે બુકસ વગરના થઇ શકીયે તેના ઉદાહરણ આપણા જ ઉદ્યોગમા છે તો મિત્રો તમારા ભાવી પેઢી અને તમારી માનસીક શાંતિ અને આર્થિક સલામતી માટે એક સાચા રસ્તા ઉપર આગળ વધીએ એવી અપીલ મોરબી સિરામિક એસો વતી પ્રમુખ નિલેશ જેતપરિયા દ્વારા તમામ ઉદ્યોગકારોને કરવામાં આવી છે.⁠⁠⁠⁠

- text