હળવદ : રોટરી ક્લબ દ્વારા અપંગોને વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો

- text


રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જન્મથી જ અપંગ હોય એવા પોલિયો પીડિતોને વ્હીલચેર આપવામાં આવી હતી. રોટરી ક્લબનું નવું વર્ષ તા. ૧-૭-૧૭ થી શરૂ થયી ગયું છે. જેમાં આજે પહેલા રવિવારથી પ્રથમ પ્રોજેક્ટનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું ડોનેશન સ્વ: મહેશભાઇ કલ્યાણજીભાઈ સોમૈયા હસ્તે ન્યૂ સ્ટાઇલ ફેમિલી શોપ મેઈન બજાર હળવદ તરફથી આપવામાં આવ્યું હતું. જેમાં ડો. અશ્વિનભાઈ પટેલ સાહેબે મહેમાન તરીકે ખાસ હાજરી આપી હતી. તથા ક્લબના હોદ્દેદારો તથા રોટરીયનો હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન રોટે.સુનિલભાઈ પટેલે આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.⁠⁠⁠⁠

- text

- text