અપના હાથ જગન્નાથ : વીરપરમાં ગ્રામજનોએ તળાવ જાતે રીપેર કર્યું

- text


તંત્રની રાહ જોવાના બદલે 200 ગ્રામજનોએ જાતે તૂટી ગયેલું તળાવ સાંધ્યુ

મોરબી : ગઈકાલે વરસેલા પ્રચંડ વરસાદના લીધે મોરબીના વીરપર ગામનું તળાવ તૂટતા તળાવનું પાણી ગામમાં આવ્યું હતું. જેથી ગ્રામજનોને ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી. તેથી ગામના લોકોએ તંત્રને જાણ કર્યા બાદ ગ્રામજનોને તંત્રની રાહે બેસવા કરતા હાથે જ તળાવનું રિપેરિંગ કામ હાથ ધર્યું.
મોરબી જિલ્લાના વીરપર ગામે વરસાદના કારણે ગામનું તળાવ તૂટી જતા બધું પાણી ગામમાં આવી ગયું હતું. જેથી ગ્રામજનોએ તંત્રને જાણ કરી પરંતુ તંત્રની રાહ પર બેસવાના બદલે અપના હાથ જગન્નાથ જેમ આજ સવારથી તળાવ સાંધવાનું કામ ગામ લોકોએ જાતે હાથ ધર્યું હતું. જેમાં એક જેસીબી, એક હિટાચી, અને ૨૦ ટ્રેક્ટર સહીત ૨૦૦ ગ્રામજનોએ તાત્કાલિક તળાવ સાંધ્યું હતું. આ અંગે વીરપર મહેશભાઈ લિખિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે તૂટી ગયેલા તળાવને રીપેર કરવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય લેવાયો હતો અને ગામની મશીનરીને કામે લગાડી જાતે ગ્રામજનો શ્રમયજ્ઞ કરીને તળાવ રિપેરની કામગીરીમાં લાગી ગયા હતા.

 

- text