હડમતિયા : ૧૨ ઈંચ વરસાદ ખાબકતા ગામનું તળાવ તૂટ્યું

- text


ટંકારાના હડમતિયામાં ચાતક નજરે વરસાદની રાહ જોતો ધરતીપુત્ર આજ ખુશખુશાલ નજરે પડે છે. પરંતુ ગઈ કાલે ૧૨ ઈંચ વરસાદ ખાબકતા ગામમાં ભારે ખાના ખરાબીના પણ સમાચાર મળી રહ્યા છે. છેલ્લા ૨ દિવસથી હેત વરસાવી રહેલ વરુણદેવની ક્રૃપા અવિરત ચાલું છે. ગામની ભાગોળે આવેલ “કપુરીયો” બે કાંઠે વહી જતા “પાલનપીર તળાવ” નિર્મલનીર તળાવ, “ગામતળાવ” તેમજ નાના મોટા ચેકડેમ ઓવરફલો થઈ ચુક્યા છે. ૧૨ ઈંચ જેવો વરસાદ ખાબકતા જાણે ગામ પર આભ ફાટ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગામનું તળાવ તુટી ગયું છે. જોકે જાનમાલની નુકશાનીના વાવડ નથી. ધરતીપુત્રોને તો લાપસીના આંધણ મુકવા જેવો અવસર આવ્યો છે. છેલ્લા ૨ વર્ષથી તળીયા ઝાટક રહેલા આ બધા તળાવ ભરાય જતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.હેલીબંધ વરસાદથી ઠંડીના કારણે સ્કુલોમાં પણ બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી. આજના આ હેલીબંધ વરસાદથી કિશાનપુત્રો GST બિલને પણ ભુલી ગયા હતા. અમુક કિશાન તો અેવું કહી રહ્યા છે કે જો સારા વરસાદથી ડેમ ભરાય જતા હોય અને સિંચાઈનું પાણી મળતું રહે તો ભલેને ગમે તેટલા બિલ આવે દેશને ખાતર અમે થોડી કષ્ટી પણ ભોગવવા તૈયાર છીઅે. અને કિશાનપુત્ર તો પહેલેથી જ દેશ ખાતર બલિદાન આપતો આવ્યો છે. પણ આવી મહેર તો ” વરુણદેવ” જ કરી શકે સરકાર તો ફક્ત કષ્ટી જ આપી શકે તેવું પણ જણાવી રહ્યા હતા.

- text