સજનપર સહિતના ગામોમાં ભારે વરસાદથી રસ્તા ધોવાયા : અનેક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયો

- text


ભારે વરસાદના પગલે નદી નાળા બે કાંઠે વહી રહ્યા રહ્યા છે : મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો નદીના વહેણમાં પલટાયા છે. : સ્કૂલેથી ઘરે જતા બાળકો અને વાહનો અનેક જગ્યાએ ફસાયા

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ ખાના ખરાબીના સમાચાર મળી રહ્યા છે. સતત ભારે વરસાદના પગલે નદી નાળા બે કાંઠે વહી રહ્યા રહ્યા છે. જયારે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો નદીના વહેણમાં પલટાયા છે. જેના કારણે સ્કૂલેથી ઘરે જતા બાળકો અને વાહનો અનેક જગ્યાએ ફસાયાની વિગતો મળી રહી છે. આ ઉપરાંત ટંકારા તાલુકામાં અતિભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ટંકારાના સજનપર ગામેથી માલ્ટા સમાચાર મુજબ સજનપરમાં ભારે વરસાદના પગલે ગામને જોડતો મુખ્ય માર્ગનું સંપૂર્ણ ધોવાણ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર પણ સાઈડના સર્વિસ માર્ગોમાં પાણી ભરાતા અનેક જગ્યાએ વાહનો ફસાઈ ગયા છે. મોરબી જિલ્લાના હજુ પણ વરસાદ અવિરત ચાલુ છે. જયારે મોરબી શહેરની વાત કરીએ તો ભારે અને સતત વરસાદના પગલે શહેરમાં સંચારબંધી લાગી ગઈ છે. મોટાભાગની શાળા કોલેજોમાં બપોરબાદ રજા રાખવામાં આવી છે. મોરબી શહેરમાં મોટાભાગના નીચાં વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ધુસી જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ મોરબી જિલ્લાના તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

- text