NDRFની ટીમનું ટંકારામાં રેસ્ક્યુ ઓપરેશન : વધુ 11ને બચાવાયા

- text


ટંકારાની લક્ષ્મીનગર સોસાયટીના પાછળના ભાગે આવેલા ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 9 બાળકો સહીત 11ને સલામત બહાર કઢાયા

ટંકારા : ટંકારામાં 6 કલાકમાં ધોધમાર 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારેયકોર જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટંકારાના નીચાં વાળા વિસ્તારોમા પાણી ભરવા થી ફસાયેલા લોકોને બચવા મોરબી ઉપરાંત રાજકોટથી NDRF (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ટિમો બોલાવી હતી. ટંકારાના ખાખરા ગામ પાસે કોઝવેમાં ફસાયેલા લોકોને બહાર કાઢયા બાદ NDRFની ટીમે ટંકારાની લક્ષ્મીનગર સોસાયટીના પાછળના ભાગે આવેલા ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 9 બાળકો સહીત 11 લોકોને સલામત રીતે બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં 9 બાળકો સહીત 11 લોકોને પૂરના પાણી માંથી બહાર કાઢી સલામત સ્થેળે ખસેડવામાં આવ્યા હતા. જયારે બપોર બાદ વરસાદ ધીમો પડતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

- text