ટંકારા : નાનાખીજડીયાનું તળાવ તૂટ્યું : 15 ભેંસોના મોત

- text


ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં પાણી ઘુસી જતા કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજોને નુકસાની

ટંકારા : ટંકારામાં આજે આવેલા અનરાધાર 12 ઈંચ વરસાદના પગલે અનેક જગ્યાએ ખાનાખરાબીની ઘટના બની છે. જેમાં સવારથી ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને NDRF સહિતની ટિમો બચવા કામે લાગી છે. ત્યારે ટંકારાના નાના ખીજડીયા ગામનું તળાવ ભારે વરસાદના કારણે તૂટી જતા ગામ નજીક વાળામાં બાંધેલી 15 જેટલી ભેંસોના તણાઈ જવાથી મોત થયાના સમાચાર મળી રહ્યા છે. જયારે મોટા ખીજડિયામાં પણ 12 ભેંસો પાણીમાં તણાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના લોકોના જણાવ્યા મુજબ ભેંસોના મોતની સંખ્યા વધવાની શક્યતા છે. જ્યારે ભારે વરસાદના પગલે ટંકારા તાલુકા પંચાયતની કચેરીમાં પાણી ઘુસી જવાથી કોમ્પ્યુટર અને મહત્વના દસ્તાવેજો પલળી જવાથી ભારે નુકસાની થવાનો અંદાજ છે. જોકે હાલ ટંકારામાં વરસાદ ધીમો પડી જતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

 

- text