મોરબી : મચ્છુ-૨ ડેમમાં નવા નીરની તોતિંગ આવક : ૩ ફૂંટ નવા પાણીની આવક

સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદને પગલે અત્ર, તત્ર અને સર્વત્ર વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા છે ત્યારે મોરબી જિલ્લાની લાઈફલાઈન ગણાતા મચ્છુ-૨ ડેમમાં નવા વરસાદી પાણીની તોતિંગ આવક શરુ થતા ૩૦ ૦૦૦ કયુસેક પાણી ડેમમાં ધસમસતું વહી રહ્યું છે. બે દિવસ વરસેલા વરસાદને કારણે હાલમાં મચ્છુ-૨ ડેમમાં નવા ૩ ફૂંટ વરસાદી નીરની આવક થઈ છે. જ્યારે અત્યારે મચ્છુ-૨ ડેમની પાણી સપાટી ૧૭ ફૂંટ છે. મચ્છુ-૨ ડેમની કુલ સપાટી ૩૩ ફૂંટ છે. જો આમ જ વરસાદ શરુ રહ્યો તો આજે સાંજ સુધીમાં મચ્છુ-૨ ડેમમાં પાણીની સપાટી નોંધપાત્ર વધવાની શક્યતા છે.