મોરબી : સમગ્ર જિલ્લો પાણી.. પાણી… ટંકારામાં ત્રણ કલાકમાં 7 ઇંચ

મોરબી 2 ઇંચ , વાંકાનેરમાં 4 ઇંચ , માળીયામાં 1 ઇંચ : જનજીવન અસ્તવ્યસ્ત : ધરતીપુત્રોને હાશકારો

મોરબી : આજ વહેલી સવારથી સમગ્ર મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ઠેરઠેર ચિકાર પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ પાણી ભરાવવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પાણી ઘરમાં ઘુસી ગયા છે. ગઈકાલે ધીમી ધારે વરસેલો વરસાદ આજ ધમધોકાર વરસી રહ્યો છે
મોરબી અપડેટને પ્રાપ્ત માહિતી મુજબ આજ સવાર ૭ વાગ્યાથી અત્યારનાં ૧૦ વાગ્યા સુધીમાં મોરબીમાં ૫૪ એમએમ, ટંકારા તાલુકામાં ૧૭૫ એમએમ, વાંકાનેર તાલુકામાં ૧૦૨ એમએમ, હળવદ તાલુકામાં ૪ એમએમ અને માળિયા મી. તાલુકામાં ૨૧ એમએમ વરસાદ નોંધાયો છે. વરસાદી વાદળો અને હવામાન જોતા હજુ પણ આવનારા કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવું જણાય રહ્યું છે.