મોરબી : સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


માળિયામાં છેલ્લા ચાર કલાકમાં ધોધમાર 80મીમી વરસાદ પડ્યો

મોરબી : આજ સવારથી સમગ્ર મોરબી જિલ્લામાં ધીમી ધીમી મેઘમહેર અવિરત ચાલુ છે ત્યારે સરકારી આંકડા મુજબ સવાર ૭ વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં અડધાથી 3 ઇંચ જેટલોવરસાદ પડી ગયો છે અને હજુ પણ અવિરત મેઘ મેહર શરૂ છે. જેમાં માળીયા મિયાણામાંછેલ્લા ચાર કલાકમાં ધોધમાર 80મીમી વરસાદ પડ્યો હતો.
સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો મોરબીમાં 31 મીમી , ટંકારામાં 60મીમી , વાંકાનેર અને હળવદમાં માત્ર 6મીમી અને અને માળીયા મિયાણામાં 80મીમી વરસાદ નોંધાયો છે. જયારે મોરબી શહેરમાં અવિરત વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી.

- text

નોંધ : 25 મીમીએ 1 ઇંચ વરસાદ થાય

- text