મોરબી : એમ.એમ. સાયન્સ કોલેજની બેઠકો વધારવા એનએસયુઆઈની માંગણી

- text


મોરબી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને ઉપપ્રમુખ યુવરાજસિંહ ઝાલા સહિતના કાર્યકરો દ્વારા એમ.એમ. સાયન્સ કોલેજમાં બી.એસ.સી. અભ્યાસક્રમની બેઠકો વધારવા માટે કલેકટરને આવેદન સોંપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં માત્ર એક જ ગ્રાન્ટેડ કોલેજ એટલે કે, એમ.એમ. સાયન્સ કોલેજ છે. તેમાં દર વર્ષે વધુ બેઠક હોય છે પણ આ વર્ષે માત્ર ૨૪૦ બેઠક જ મંજુર થતા ગરીબ અને નબળા વર્ગનાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. જેઓ સેલ્ફ ફાયનાન્સ કોલેજની ફી ભરવા સક્ષામ નથી અને અભ્યાસમાં હોશિયાર હોય એવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે એમ.એમ. સાયન્સ કોલેજની બેઠકો વધારવા માટે મોરબી જિલ્લા એનએસયુઆઈની લાગણી અને મગની છે. જો કોલેજની ૧૨૦ બેઠકો વધારવામાં નહીં આવે તો ઉચ્ચ આદોલન થશે તેવું એનએસયુઆઈ દ્વારા આવેદન પાઠવી જણાવવામાં આવ્યું છે.

- text

- text