મોરબી : નગર દરવાજા ચોકમાં કોંગ્રેસનું જીએસટીના વિરોધમાં પ્રદશન

- text


થાળીનાદ અને મીણબત્તી પ્રગટાવી કોંગ્રેસે રસ્તા રોકી નારા લગાવ્યા

મોરબી : સમગ્ર દેશ સાથે મોરબી જિલ્લામાં આવતી કાલથી જીએસટીની અમલવારી થવાની છે ત્યારે ઠેર-ઠેર જીએસટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે મોરબી કોંગ્રેસ પણ જીએસટી વિરોધ કરવા મેદાને આવ્યું છે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જીએસટીનો અમલ કરવા સંસદનું વિશેષ સત્ર આજે રાત્રીના બોલાવેલ છે તે સામે કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબીના જુદા-જુદા વેપારી સંગઠનો અને સિરામિક ઉદ્યોગને થતા અન્યાયને વાચા આપવા મોરબી કોંગ્રેસ દ્વારા નગર દરવાજા ચોકમાં સાંજે 7 વાગ્યે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મહીકા કોંગ્રેસના કાર્યકરોએ થાળીનાદ અને જિલ્લા કોંગ્રેશન કાર્યકરોએ મીણબત્તી પ્રગટાવી ચોકમાં રસ્તા રોકી કેન્દ્ર સરકાર અને ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કરી GSTનો વિરોધ નોંધાવ્યો હતો. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો બ્રિજેશ મેરજા, રાજુભાઈ કાવર, કિશોર ચીખલીયા, મુકેશ ગામી, ઘનશ્યામ જાકાસણીયા, કે.ડી.બાવરવા, ક્રિષ્ના બાવરવા, પુષ્પરાજસિંહ જાડેજા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

- text